
દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે રમત ગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળામા નવી નવી કામગીરીમાં તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ વિશેની નવી નવી માહિતી પ્રદાન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને આચાર્ય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે એના માટે અવનવા પ્રયોગો કરીને શાળા સંકુલનું નામ અગ્રતા ક્રમે ધરાવે છે અહમદપુર પ્રાથમિક શાળામાં ૩૬મી નેશનલ ગેમ્સ બાબતે શાળાનાવિદ્યાર્થીઓ, ગામના યુવાનો અને રમતવીરોમાં જાગૃતિ કેળવાય તે માટે “Celebrating Unity Through Sports” થીમ હેઠળ શાળા કક્ષાએ રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
.શાળાનાં વિદ્યાર્થીઓને ૩૬મી નેશનલ ગેમ્સ અંગે જાણકારી આપી “ફીટ ઇન્ડીયા” ઓથ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. .ત્યારબાદ શાળા કક્ષાએ લીબુ ચમચી, લોટ ફૂંકણી, કોથળા દોડ, ત્રીપગી દોડ, સંગીત ખુરશી અને રસ્સા ખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી. .વિદ્યાર્થીઓએ રમતોનો આનંદ માણ્યો.સમગ્ર સ્પર્ધામાં શાળાના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા. હતા. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




