પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ- કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સા એમ.પી.ચૌધરી અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ છે.
જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશનનાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી હકીકત એવી મળેલ કે , મેઘપર ( બો ) માં આવેલ બાગેશ્રી સોસાયટીમાં મ.નં -૧૪૫ વાળામાં રહેતો જીતેન્દ્ર ભાટીયા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર. રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી પ્રોહી મુદામાલ સાથે મજકૂર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપી : ( ૧ ) જીતેન્દ્ર પરસોતમ ભાટીયા ઉ.વ .૩૬ રહે.મ.નં -૧૪૫ , બાગેશ્રી સોસાયટી , મેઘપર ( બો ) તા.અંજાર છે અને કબ્જે કરેલ મુદામાલમાં: ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની સીલબંધ બોટલો નંગ -૫૪ કિ .રૂ. ૩૭,૭૮૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૨૫૦૦ / ( ૩ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / * * કુલ્લે કિ.રૂ .૪૦,૨૮૦ / – જપ્ત કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




