राष्ट्रीयદહેગામ

દહેગામ યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બાઈક રેલી યોજાઇ..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ …..,

દહેગામ યુવા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો જોડાયા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આજે દહેગામ યુવા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભાવ વધારો વધી રહેલી બેરોજગારી ને અનુસરીને આજે દહેગામ તાલુકાની શહેરના યુવા કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસના આગેવાનો ભેગા મળીને મોટી સંખ્યામાં બાઈક સાથે કોંગ્રેસનું બેનર સાથે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

તેમાં મોટી સંખ્યામાં દેહગામ તાલુકા અને શહેરના કોંગ્રેસના યુવાનો બાઈક રેલીમાં જોડાયેલા નજરે પડી રહ્યા હતા. અને આ બાઈક રેલી દેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર કાઢવામાં આવી હતી  અને આ બાઈક રેલીમાં ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ તેમજ દહેગામના કોંગ્રેસના આગેવાન કાળુસિંહ બિહોલા ,જીંડવાના કોંગ્રેસના માજી પ્રમુખ બાબુસિંહ ઝાલા, જિલ્લા ડેલિકેટ વખતસિંહ ચૌહાણ, દહેગામ યુવા કોંગ્રેસ બુથ સમિતિ દ્વારા બાઈક રેલીનું આયોજન કર્યું હતું .

તેમાં સર્વ યુથ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ  અને તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ,સેવાદળ ,મહિલા કોંગ્રેસ ,એસટીએસસી ડિપાર્ટમેન્ટ, સોશિયલ ડિપાર્ટમેન્ટ તમામ રૂરલના સેલના હોદ્દેદારો, આગેવાનો અને સર્વ કાર્યકર્તાઓ ભેગા મળીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને યુવા યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપસિંહ આર ચૌહાણ, તેમજ ઉપપ્રમુખ હરપાલસિંહ જાડેજા ,અને મહામંત્રી ધરમસિંહ ડાભી, જેવા યુવા યુદ્ધ કોંગ્રેસના આગેવાનો આજે હાજર રહ્યાં હતા અને આજના કાર્યક્રમમાં કોઈ બનાવ ન બને તેના માટે દહેગામ પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો

Related Articles

Back to top button