राष्ट्रीय

નીટ પરીક્ષા કૌભાંડમાં થઇ પહેલી ધરપકડ…જાણો કોણ પકડાયા…..

નીટ પરીક્ષા કૌભાંડમાં થઇ પહેલી ધરપકડ...જાણો કોણ પકડાયા.....

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને(CBI) ગુરુવારે NEET-UG પેપર લીક કેસમાં બિહારમાં બે લોકોની ધરપકડ કરી છે. મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ પટનામાંથી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મનીષ પ્રકાશ નામના વ્યક્તિએ આશુતોષ નામના વ્યક્તિની મદદથી બિહારના પટનાની લર્ન પ્લે સ્કુલ સાથે સંલગ્ન બોય્સ હોસ્ટેલમાં ઉમેદવારોને રહેવાની ગોઠવણ કરી આપી હતી. પરીક્ષાના અગાઉના દિવસે જે ઉમેદવારો ફૂટેલું પેપર આપવાના હતા, તે આ સ્કુલમાં રોકાયા હતા. અહીં તેમને 4 મેના રોજ ફૂટેલું પેપર આપવામાં આવ્યું હતું, જેમાં આ પેપરના જવાબો પણ હતા.

હાલ પૂછપરછ પછી બે આરોપીઓની સીબીઆઈએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે નેટ-યુજી 2024ની પરીક્ષામાં ગેરરીતી મામલે સીબીઆઈએ રવિવારે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ મિનિસ્ટ્રીએ કામગીરી સોંપ્યાના બીજા જ દિવસે સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગેરરીતીની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

હાલ સીબીઆઈ નીટ પેપર લીક સાથે સંકળાયેલા છ કેસની તપાસ કરી રહી છે. આ પૈકીનો એક-એક કેસ બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. જ્યારે ત્રણ કેસ રાજસ્થાનમાં છે.

 ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય સંલગ્ન કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ પરીક્ષા 5 મેના રોજ 4750 સેન્ટર્સ અને 571 સીટીમાં લેવામાં આવી હતી. આ પૈકીના 14 સેન્ટર્સ બહાર હતા. આ પરીક્ષામાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા.

Related Articles

Back to top button