राष्ट्रीयદહેગામ

દહેગામ વેપારી મહામંડળનો 30મા વર્ષમાં મંગળ પ્રવેશ, સાંસદ-ધારાસભ્યે આપી હાજરી..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ…

દહેગામ ખાતે આવેલ કોલેજ હોલમાં આજે વેપારી મહામંડળનો 30માં વર્ષમાં પ્રવેશ થયો હોવાથી તેના ભાગરૂપે સેમીનાર યોજવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ વેપારી મહામંડળ આજે 30માં વર્ષમાં મંગળ પ્રવેશ થતો હોવાથી તેના ભાગરૂપે દહેગામ કોલેજ હોલ ખાતે ઉજવણીના ભાગરૂપે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઝાદીના 75 વર્ષ પુરા થતા આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે દહેગામ વેપારી મહામંડળની 29માં વાર્ષિક જનરલ મીટીંગ અને 30માં વર્ષની સેમિનાર કાર્યક્રમનું આયોજન અમદાવાદ-પૂર્વ બેઠકના સાંસદ હસમુખભાઈ પટેલ અને દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ હસ્તે થવા પામ્યું હતુંઅને પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી

 આ કાર્યક્રમમાં વેપારી એસોસિયનના પ્રમુખ અતુલભાઇ પટેલ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીના, નગરપાલિકાના પ્રમુખ પીનાબેન શાહ, સેક્રેટરી અમિતભાઈ અમીન ,જિલ્લા ડેલિકેટ વખતસિંહ ચૌહાણ ,ટીડીઓ કનુભાઈ પટેલ ને સ્ટેજ ઉપર બિરાજમાન આમંત્રિત મહેમાનો  હાજર રહેવા પામ્યા હતા અને કોલેજ હોલમાં દેગામના વેપારી એસોસિયન મંડળના સત્તાધીશો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

  આજના કાર્યક્રમમાં સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ અને ધારાસભ્ય પ્રજાકીય પ્રશ્નોને વાચા આપતા પ્રસંગિક પ્રવચનો પણ કર્યા હતા ને અતુલભાઇએ જે રજૂઆત કરી હતી તેની કામગીરીને પણ સંસદ સભ્ય ધ્યાનમાં લેવાની રજૂઆત કરી હતી, અને આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનો અને આમંત્રિતોને સ્મૃતિચિહ્નરૂપે દિવાલ ઘડિયાળ મોમેન્ટો તરીકે આપવામાં આવી હતી.

Related Articles

Back to top button