સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી અંજાર – વિભાગ અંજાર નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના આપેલ છે.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગંગાનાકા સર્કલ પાસે શાહરુખ શેખ રહે.અંજાર વાળો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંક ફરકનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહેલ છે. જેથી સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરાવી મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .જેમાં ફરિયાદી અનાર્મહેકો જયંતિભાઇ વાઘેલા શ્રીસરકાર તરફે ફરિયાદ આપેલ છે.
પકડાયેલ આરોપી : શાહરુખ મેહબુબ શેખ ઉ.વ .૨૮ રહે રહેમતનગર અંજાર અને હાજર ન મળી આવેલ આરોપી મહોમદ રફીક હુસેન કુરેશી રહી અંજારનો સમાવેશ થાય છે. કબ્જે કરેલ મુદામાલમાં : ( ૧ ) ડાયરીનુ પાનુ જેની એક બાજુ અલગ – અલગ આંકડા લખેલ છે તે કિ.રૂ .૦૦ / ( ૨ ) એક બ્લેક કલરની બોલપેન નં -૧ કિ.રૂ .૦૦ / ( ૩ ) રોકડા રૂ .૨૬૬૦ / ( ૪ ) એક મોબાઈલ ફોન કિ.રૂ .૨૫૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૫૧૬૦ / નો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




