આજરોજ શ્રી સોસાયટીનગર જૈન સંઘથી એક ચૈત્યપરિપાટીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પૂજ્ય જ્ઞાનોદય વિજય તેમજ પૂજ્ય પંચામૃત વિજય મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા તેમજ પાઠશાળાના બાળકો જોડાયા હતા.
આ ચૈત્યપરીપાટી શાંતિનાથ દેરાસર મહાવીરનગર થી નીકળી બગીચા વિસ્તાર પાશ્ર્વઁનાથ-મલ્લિનાથ દેરાસરથી ગામમાં મોટા મહાવિરસ્વામી દેરાસર થઈ દેવચંદનગર સુધી પહોંચી હતી.સમસ્ત જૈન સંઘના સૌ ટ્રસ્ટીઓ સાથે જોડાયેલ હતા અને દરેક દેરાસરે ટ્રસ્ટીઓ દ્વારા ચૈત્ય પરિપાટીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.




