राष्ट्रीय

600 મિલિયન ડોલરના મહારાણી ખાલી હાથે ગયા…

600 મિલિયન ડોલરના મહારાણી ખાલી હાથે ગયા...

બ્રિટનના મહારાણી એલિઝાબેથ-દ્વિતિયનું અવસાન થયું છે. 96 વર્ષની વયે નિધન પામેલા  મહારાણીએ પોતાના જીવનકાળમાં બ્રિટનના 15 જેટલા વડાપ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યાં હતા., વર્તમાન મહિલા વડાપ્રધાન લિઝ ટ્રુસ તેમના હાથે શપથ ગ્રહણ કરનાર છેલ્લાં હતા. મહારાણીના નિધનના એકાદ-બે દિવસ પહેલાં જ તેમને શપથ લેવડાવવામાં આવ્યાં હતા. અંગ્રેજો તેમના નામે ભારત સહિત અડધી દુનિયા પર રાજ કર્યું હતું. બ્રિટન અથવા આજનું યુનાઇટેડ કિંગ્ડમ(યુકે)માં આમ તો લોકશાહી છે છતાં ત્યાં મહારાણી અને હવે પ્રિન્સમાંથી કિંગ બનેલા ચાર્લ્સના નામે શાસન (હીઝ કે હર મેજેસ્ટી0ના નામે ચાલશે.

બ્રિટિશ રાજવી પરિવારે ગત વર્ષે નાણાંકીય વર્ષ 2020-21 માટે તેના વાર્ષિક હિસાબો પ્રકાશિત કર્યા હતા, જે અંગ્રેજ રાજવી પરિવારોના શાહી જીવન વિશે રસપ્રદ જાણકારી આપે છે. સેલિબ્રિટી નેટ વર્થ મુજબ, ક્વીન એલિઝાબેથ-2ની નેટવર્થ 600 મિલિયન ડોલરછે. પરંતુ પ્રશ્ન એ છે કે તેમને પૈસા ક્યાંથી મળે છે?

રાણી એલિઝાબેથને વાર્ષિક ઉચ્ચક રકમ મળે છે, જે સરકાર દ્વારા સોવરેન ગ્રાન્ટ કહેવાય છે. લેટેસ્ટ એકાઉન્ટ ડિસ્ક્લોઝર મુજબ, વર્ષ 2020માં આ રકમ 86.3 મિલિયન પાઉન્ડ હતી. જેમાંથી 51 મિલિયન પાઉન્ડ મુસાફરી, મિલકતની જાળવણી અને રાણીના પરિવારના સંચાલન ખર્ચ માટે ભંડોળના મુખ્ય તરીકે આરક્ષિત કરાયા હતા, જ્યારે બાકીની રકમ બકિંગહામ પેલેસના નવીનીકરણ માટે આરક્ષિત કરાયા છે.  અહેવાલમાં એ પણ જાણવા મળે છે કે, યુકેમાં રાજવી પરિવાર સામાન્ય માણસના ખિસ્સા પર ભારે બોજ નથી નાંખતું. એકાઉન્ટ્સ મુજબ, મુખ્ય રકમ યુકેના પ્રતિ વ્યક્તિ માત્ર 77 પેન્સ જેટલી જ થાય છે. જો રિ-સર્વિસિંગ ખર્ચ પણ ઉમેરવામાં આવે તો આંકડો 1.29 પાઉન્ડ સુધી જ પહોંચે છે.

ક્રાઉન એસ્ટેટમાંથી મળેલી આવકમાં રાણીના સત્તાવાર ખર્ચને પહોંચી વળવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે નથી જાણતા કે ક્રાઉન એસ્ટેટ શું છે? તેમાં લંડનની રીજન્ટ સ્ટ્રીટ, યુકેના દરિયા કિનારાઓ સહિતનો સમાવેશ થાય છે. સમગ્ર યુકેમાં 14.1 બિલિયન પાઉન્ડની રિયલ એસ્ટેટનું સંચાલન ક્રાઉન એસ્ટેટ તેના શાસનકાળ દરમિયાન ક્વીન પાસે રહે છે. જો કે, તે રાણીની ખાનગી મિલકત નથી.

વર્ષ 2010 સુધી સિવિલ લિસ્ટ તરીકે ઓળખાતી સોવરેન ગ્રાન્ટ એ હકીકતમાં સરકાર અને કિંગ જ્યોર્જ 3 વચ્ચેનો ઔપચારિક કરાર છે. જેમાં તેઓ 1730માં પોતાના અને પોતાના અનુગામીઓ માટે વાર્ષિક આવક મેળવવા માટે બદલામાં ક્રાઉન એસ્ટેટમાંથી પોતાની આવક આપવા સંમત થયા હતા.

વર્ષ 2018-19 માટે એસ્ટેટ સરપ્લસ 343.5 મિલિયન પાઉન્ડ હતી. તો મુખ્ય સોવરેન ગ્રાન્ટ બે વર્ષ અગાઉના ક્રાઉન એસ્ટેટના આવક ખાતામાંથી ચોખ્ખી સરપ્લસના 15 ટકાના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે રોગચાળાના કારણે મુસાફરી અને પર્યટન પર અસર કરી છે, જેના કારણે ક્રાઉન એસ્ટેટમાંથી થતી આવકમાં ઘટાડો થયો હોવા છતાં ક્વીનને ગ્રાન્ટ મળવાનું ચાલુ રહેશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય.

Related Articles

Back to top button