राष्ट्रीयહિમતનગર

ભુલા પડેલા એક બાળકને વાલી વારસ સાથે મળાવતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ..

કે.વી.સિંધવાણી....

તા ૦૬/૦૯/૨૦૨૨ના રોજ હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના “શી” ટીમના માણસો પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન હિંમતનગર ટાવર પાસે એક બાળક એકલો આમ તેમ ફરતો હોય તેને બોલાવી પુછપરછ કરતા તે કોઇ સરખો જવાબ ના આપતા તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

આ બાળક ગભરાઇ ના જાય તેમ તેની સાથે માનવીય અભિગમ રાખીને તેને નાસ્તો ખવડાવી વાત વાતમાં તેનુ નામ પુછતા પોતાનુ નામ કરણ જણાવ્યું હતું. વધુ  પૂછપરછ કરતા તે નવાગામના કરણની આશ્રમમાથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ છે અને તેને પોતાના ઘરે માલવાસ તા પોસીના જવાનુ કહેતા અને તેના પિતાજીનું નામ મંગડાભાઇ જણાવતા તેઓનો કોન્ટેક્ટ કરી તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવી તેઓને સોપી એક ભુલા પડેલા બાળકને તેના વાલી-વારસને  હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મિલન કરાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button