ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ ટુંક સમયમાં જાહેર થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે પહોંચી લોક સંપર્ક કરી કોંગ્રેસ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનો ” કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર ” વિતરણની કામગીરી આરંભી દેવામાં આવી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલમાં પદયાત્રા લઇને નિકળ્યા છે અને કોંગ્રેસને મજબૂત કરી રહ્યાં છે.

વિગતે જોઇએ તો, અરવલ્લીના મેઘરજ તાલુકાના રામગઢી ખાતે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો દ્વારા દુકાને દુકાને પહોંચીને લોકસંપર્ક થકી લોકો સાથે કોંગ્રેસ શાસન દરમિયાન કરવામાં આવેલા લોકહિતના તેમજ વિકાસના કાર્યો-કોંગ્રેસનું કામ બોલે છે- વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમા મેઘરજ તાલુકા કોગ્રેસ પ્રમુખ માનસીંગ ડામોર, મહેશભાઈ ખરાડી, ઓબીસી પ્રમુખ રામસીંગ ડામોર, બાબુભાઇ પરમાર સંગઢન મંત્રી સહીત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા




