પ્રસાદીની સાથે પદયાત્રીઓને શ્રી અતુલભાઇનો પ્રેમ-સ્નેહ તથા માનવતાપૂર્ણ વ્યવહાર ગમે છે..જય અંબે..
પ્રસાદીની સાથે પદયાત્રીઓને શ્રી અતુલભાઇનો પ્રેમ-સ્નેહ તથા માનવતાપૂર્ણ વ્યવહાર ગમે છે..જય અંબે..

અંબાજી જતાં પદયાત્રીઓ પૈકી એવા કોઇ નહીં હોય કે જેઓ વટવા વિંઝોલમાંથી પસાર થતાં હોય અને અતુલભાઇને ન મળ્યા હોય કે ન ઓળખતાં હોય..! વાસ્તવમાં સમાજ સેવા ક્ષેત્રે અતુલભાઇ પટેલ અને પદયાત્રીઓની સેવા સિક્કાની બે બાજુ બની ગયા છે. દર વર્ષે અંબાજી પદયાત્રાની મોસમ આવે અને અતુલભાઇ પદયાત્રીઓની સેવાની સાથે તેમને માતાજીની કૃપાથી સરસ મજાનું ભોજન અને ચા-પાણી નાસ્તો પ્રસાદ તરીકે આપવા રાહ જોતા હોય છે. વટવા વિંઝોલમાંથી હજારો પદયાત્રીઓ પસાર થાય છે અને તમામ અતુલભાઇ પટેલને મળીને અને તેમની પ્રસાદી આરોગીને જ આગળ વધે છે.,!

અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ વટવા વિઝોલના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા.2/9/2022 થી 6/9/2022 સુધી વકતાપુર રોકડીયા હનુમાનજી મંદિર હિંમતનગર ઇડર રોડ સતત ચોવીસ કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામગૃહ પીવા માટે ઠંડા મિનરલ વોટરની વ્યવસ્થા અને દરરોજ અલગ અલગ ભોજન પ્રસાદ મોહનથાળ શીરો, ફાળા લાપસી ,જલેબી,દૂધપાક , ખીર,આઈસ્ક્રીમ , દાળ ભાત પુરી શાક કઢી ખીચડી ,શોલેપુરી , રીંગણભરતું ,રોટલા,સેવઉસળ મઠીયા ,ગોટા , લાઈવ ઢોકળા, મનચુરિયમ ,પાણી પુરી,બટાકાવડા વિગેરે અલગ અલગ વાનગીઓ ભક્તોને પીરસવામાં આવે છે .
આવી પ્રસાદી લાગે છે કે આખા અંબાજીના માર્ગમાં કોઇ કેમ્પ દ્વારા આપવામાં આવતી નહીં હોય. પ્રસાદીની સાથે પદયાત્રીઓને શ્રી અતુલભાઇનો પ્રેમ અને સ્નેહ તથા માનવતાપૂર્ણ વ્યવહાર ગમે છે અને તેથી આખા પંથકમાં અતુલભાઇ પટેલનું નામ ખૂબ જ નામ-સન્માન સાથે લેવાય છે તેમાં તેમની ભક્તિનો મહિમા રહેલો છે.

આ પ્રસંગે પદયાત્રીઓ સલામતી માટે રેડિયમ સેફટી જેકેટ દરેક પદયાત્રીઓને સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રૂબરૂમાં મુલાકાત લઈ સમજ આપી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ કૌશલ્યાકુવરબા આ સેવામાં જોડાયા હતા વનવિભાગના અધિકારીઓ તેમજ અમદાવાદ.મ્યુ.કોર્પો.ના આસી.સીટી.એન્જીનીયર દિનેશભાઇ પટેલ હાજર રહયા હતા તથા અહીંના સ્થાનિક આગેવાનો હિંમતનગર તાલુકાના આગેવાનો હાજર રહયા હતા એમ સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ તથા પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું છે ” જય અંબે “




