गुजरातराष्ट्रीय

ધરમશીભાઈ ધાપા સાહેબની ઓબીસી પંચ સમક્ષ ધારદાર રજૂઆત…

રિપોર્ટર:દેવેન્દ્ર ચુડાસમા .....

તારીખ ૧/૯/૨૦૨૨ને ગુરુવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ૧ , તાપી હોલમાં, સમર્પિત આયોગ, નવા સચિવાલયમાં, ઓબીસીની સ્વરાજ્યની ચૂંટણીઓમાં એટલે કે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અનામત બાબતે દરેક રાજકીય પક્ષો સાથે બેઠક બાબતે બોલાવી હતી.,

જેમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ગુજરાત રાજ્ય કન્વીનર વિષ્ણુભાઈ પંડ્યા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ભાવનગર શહેર ઉપ પ્રમુખ મોહસીન ભાઈ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ધોલેરા તાલુકાનાં પ્રમુખ પંકજભાઈ વસાણી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ભાવનગર શહેર સંગઠન મંત્રી રાજેશ ભાઈ સોલંકી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ભાવનગર શહેર વોર્ડ પ્રમુખ નવીનભાઈ રહાણી સમર્પિત આયોગના ચેરમેન સાથે બેઠક કરી લેખિત રજૂઆત કરી કે ઓબીસીની વસ્તી પ્રમાણે દરેક જગ્યાએ અનામત આપવામાં આવે.

વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા સાહેબ દ્વારા જોરદાર રજૂઆત કરી કે જ્યારે ઓબીસી સમાજને દેવાનું હોય ત્યારે પંચ બનાવવાનું, આયોગ બનાવવાનું, તેમજ હાલ તમારી પાસે ઓબીસીની કેટલી વસ્તી છે તે આંકડાકીય માહિતી નો હોય તો ૧૯૫૩માં કાકાસાહેબ કાલેલકર પંચના સર્વે પ્રમાણે( ૫૨-બાવન) ટકા અનામત આપવામાં આવે આવી રજૂઆત કરવામાં આવી હતી,જેના જવાબમાં સમર્પિત આયોગના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું કે આંકડાકીય માહિતી આપો.

તેના જવાબમાં  વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા સાહેબે ઓબીસી આંદોલન કોની સામે શા માટે જે માનનીય જેન્તીભાઇ મનાણી સાહેબે લખેલ બુકમાં છે એમ કહેલ, એટલે સમર્પિત આયોગના ચેરમેન સાહેબ બૂક માંગેલ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા સાહેબે ઓબીસી આંદોલન કોની સામે શા માટે એ બૂક સમર્પિત આયોગના ચેરમેન સાહેબ આપી,તે બુક સમર્પિત આયોગના ચેરમેન સાહેબે રાખેલ અને કહેલ કે પછી તમને તમારા એડ્રેસે મોકલી આપશુ.

એક મહત્વની રજુઆત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા સાહેબ દ્વારા કરવામાં આવી કે જેણે મંજુરી નથી કરી એવા લોકોને મંજુર સંઘના પ્રમુખ બનાવવામાં આવે છે, જેણે કોઈ દિવસ ખેતી નથી કરી એવાં લોકોને કિશાન સંઘના પ્રમુખ બનાવવામાં આવે છે, એવું ઓબીસી સાથે થઇ રહ્યુ છે, આવી ધારદાર પુરવા સાથે રજુઆત પહેલી વખત ધરમશીભાઈ ધાપા સાહેબે કરી હતી.

Related Articles

Back to top button