sabarkathaराष्ट्रीय

પુરવઠા મંત્રીના હસ્તે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો….

પુરવઠા મંત્રીના હસ્તે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો....

હિંમતનગરમાં આજે બી.ઝેડ. ગ્લોબસ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો તેમજ મોટી સંખ્યા વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા.

વિગતે જોઇએ તો, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઉત્તર ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા બી.ઝેડ ગ્લોબસ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે આ  કેમ્પસ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

 બી.ઝેડ ગ્રૂપના ફાઉન્ડર અને અગ્રણી બિઝનેસમેન ભુપેન્દ્રસિંહ ઝાલા શિક્ષણક્ષેત્ર પણ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ મંત્રી ભીખુસિંહ પરમારે તેમને પાઠવી હતી. કાર્યક્રમમાં યૂટ્યૂબર અને સમાજ સેવા સાથે જોડાયેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની અને તેમની ટીમ પણ હાજર રહી હતી.

આ ઉપરાંત સાબરકાંઠા લોકસભા સાંસદ દીપસિંહ રાઠોડ,  જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં  વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન બી.ઝેડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button