આઝાદ જતાં જતાં રાહુલ ગાંધીને ઉઘાડા પાડતા ગયા..! ભાજપમાં જોડાશે..?
આઝાદ જતાં જતાં રાહુલ ગાંધીને ઉઘાડા પાડતા ગયા..! ભાજપમાં જોડાશે..?
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો છે. તેમણે શુક્રવારે સોનિયા ગાંધીને રાજીનામું સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. આ ઉપરાંત તેઓ જમ્મુ-કાશ્મીરના ત્રીજા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યાં છે. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કેમ્પેઇન કમિટીના ચેરપર્સન પદેથી રાજીનામું આપ્યું હતુ. ત્યારે અઠવાડિયા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, ગુલામ નબી આઝાદ G-23 કમિટીના મેમ્બર છે કે જે કમિટી કોંગ્રેસનું નેતૃત્વ બદલવા માગી રહી છે. તેઓ માને છે કે દરેક મોટા નિર્ણય માટે ગાંધી પરિવાર પર જ આધાર રાખવો જરૂરી નથી.
લામનબી આઝાદે સોનિયા ગાંધીને રાજીનામાનો પત્ર લખ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે, ‘ભારત જોડો યાત્રા કરતા પહેલાં કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી.’ આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને સોંપાયેલા કોંગ્રેસના અધ્યક્ષપદ વિશે પણ આકરી ટીપ્પણીઓ કરી હતી. તેમણે વધુમાં લખ્યું હતુ કે, પાર્ટીએ સિનિયર અને સૌથી વધુ અનુભવી નેતાઓને સાઇડલાઇન કરી નાંખ્યા હતા. તેમની જગ્યાએ બિનઅનુભવી લોકોને પાર્ટીનું કામકાજ સોંપ્યું હતું.’
કોંગ્રેસે અસંતુષ્ટ સમૂહ G-23ના મહત્વપૂર્ણ સદસ્ય રહેલા આઝાદે તેમના રાજીનામામાં લખ્યું છે કે, ‘સોનિયા ગાંધી માત્ર એક નામ પૂરતા જ વ્યક્તિ હતા. બધા જ મહત્વપૂર્ણ નિર્ણયો રાહુલ ગાંધી જ લેતા હતા. જો કે, તેનાથી પણ બદતર હાલત તો ત્યારે હતી કે જ્યારે તેમના અંગત સચિવ અને સુરક્ષા કર્મીઓ નિર્ણય લેતા હતા.’ ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે 2013 પહેલાં પાર્ટીમાં હાજર તમામ સલાહકાર તંત્રને ધ્વસ્ત કરી નાંખ્યું હતું. બધા જ સિનિયર અને અનુભવી નેતાઓને સાઇડલાઇન કરી નાંખ્યા હતા અને બિનઅનુભવી ચાંપલૂસી કરતા લોકોની નવી મંડળીએ પાર્ટીની કમાન સંભાળી હતી.




