sabarkathaराष्ट्रीय

જય ભીમ યુવક મંડળ-સુંદરગઢ તરફથી ધ્વજ વંદન કાર્યક્રમનું સરસ આયોજન..

જય ભીમ યુવક મંડળ-સુંદરગઢ તરફથી ધ્વજ વંદન કાર્યક્રમનું સરસ આયોજન..

15 ઓગસ્ટ 2022ના રોજ 76મા સ્વતંત્રતા દિવસ પર આંબેડકરનગર પ્રાથમિક શાળામાં જય ભીમ યુવક મંડળ સુંદરગઢ તરફથી  ધ્વજ વંદન કાર્યક્રમમાં હાર્દિક મલ્હોત્રા  દ્વારા ધ્વજ ફરકાવવામા આવ્યો હતો ..

ત્યાર બાદ જય ભીમ યુવક મંડળ સુંદરગઢ તરફથી ગામના ચાલુ વર્ષે ધોરણ 10 અને 12 પાસ કર્યું હોય તે વિદ્યાર્થીઓને શુભેચ્છા સન્માન કાર્યક્રમમા કાંતિભાઈ રેવાભાઈ તરફથી ટ્રોફી લાવવામાં આવી હતી, જે ગામના વડીલો સર્વશ્રી જગદીશભાઈ, રામાભાઈ, લક્ષ્મણભાઈ,  પુંજાભાઈ, બાબુભાઈ, રામભાઈ, મહેશભાઈ,  પરેશ ભાઈ, વિપુલભાઈ તેમજ ગામની મહિલાઓ સુશીલાબેન, રંજનબેન, સુરેખાબેન, લક્ષ્મીબેન, ભાવનાબેન, નિરુબેન, નાથીબેન, પશીબેન વગેરેના હસ્તે શુભેચ્છા મોમેન્ટો તરીકે ટ્રોફી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી..

ત્યાર બાદ આંબેડકરનગર પ્રાથમિક શાળામાં રામાભાઈ છગનભાઈ અને આંગનવાડીમા કેવલ અને રવિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો સપ્રેમ ભેટ આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ રમેશભાઈ હીરાભાઈ તરફથી આંબેડકરનગર પ્રાથમિક શાળામાં  ભારતના બંધારણ સંવિધાનનું પુસ્તક ભેટમાં આપ્યું હતું.. જય ભીમ યુવક મંડળ સુંદરગઢના તમામ સભ્યો હાજર કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button