sabarkathaराष्ट्रीय
કોરોનામાં કામ કરાવી લીધુ, માંગણીઓ સ્વીકારતા નથી, આ લો સન્માનપત્રો પરત…!
કોરોનામાં કામ કરાવી લીધુ, માંગણીઓ સ્વીકારતા નથી, આ લો સન્માનપત્રો પરત...!
કોરોનાકાળમાં જાનના જોખમે સારી કામગીરી કરવા બદલ જિલ્લાના આરોગ્યકર્મીઓનું બહુમાન અને સન્માન કરીને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતા. પરંતુ તેમની માંગણીઓ હલ નહીં થતાં આરોગ્યકર્મીઓએ એ પ્રાણપત્રો પરત આપવાનું પગલુ લઇને પોતાનો રોષ વ્યકત કર્યો છે.
વિગતે જોઇએ તો, સાબરકાંઠા જીલ્લાના આરોગ્ય કર્મીઓની હડતાલના મામલે.તમામ આરોગ્યકર્મીઓએ કોરોના વોરિયરના પ્રશસાપત્રો પરત કર્યા છે. તમામ આરોગ્ય કર્મીઓએ ટેકો મોબાઈલ પણ જમા કર્યા છે. જીલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપી પ્રશંસા પત્રો સુપરત કર્યા હતા..આ ઉપરાંત ટેકો મોબાઈલ બ્લોક હેલ્થ કચેરી ખાતે આપી દેવામાં આવ્યાં હતા.
આરોગ્યકર્મચારીઓએ પડતર માંગણીને લઈ વિવિધ સુત્રોચ્ચારો પણ કરીને તેમની માંગણીઓ સત્વરે ઉકેલવા વિનંતી કરી હતી.




