UNCATEGORIZED

સાબરકાંઠા જિલ્લાના સરપંચો આગળ આવ્યા તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં…કામો ખોરવાઇ ગયા..

સાબરકાંઠા જિલ્લાના સરપંચો આગળ આવ્યા તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં...કામો ખોરવાઇ ગયા..

તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં હવે જિલ્લાના સરપંચો આગળ આવ્યા છે.. છેલ્લા એક અઠવાડિયાથી પોતાની પડતર માંગણીઓને લઈને સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરના તલાટી કમ મંત્રીઓ હડતાલ પર છે… જેને લઇને વિકાસના કામો અને અન્ય કામો ખોરવાઈ ગયા છે…

બે દિવસ પહેલા કોંગ્રેસે તલાટીઓની હડતાલને સમર્થન આપ્યા બાદ આજે સરપંચ એસોસીએશન પણ તલાટીઓના સમર્થનમાં આવ્યુ છે. આજે હિંમતનગર તાલુકાના તમામ સરપંચો તાલુકા પંચાયત ખાતે એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે સર્કિટ હાઉસ જઈ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને આવેદનપત્ર આપ્યું હતું.. તથા તલાટી કમ મંત્રીઓની માંગો જલ્દીમાં જલ્દી સંતોષવામાં આવે તેવી માંગણી કરી હતી

Related Articles

Back to top button