राष्ट्रीय
યુકેના નવા પીએમને ભારતના પીએમ મોદીજીએ આપ્યા અભિનંદન….
યુકેના નવા પીએમને ભારતના પીએમ મોદીજીએ આપ્યા અભિનંદન....

યુનાઇટેડ કિંગડમ – આગામી વડા પ્રધાન માટે 4 જુલાઈના રોજ ચૂંટણી યોજાઈ હતી. લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પીએમ પદની રેસ કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક અને લેબર પાર્ટીના કીર સ્ટારમર વચ્ચે હતી. ચૂંટણી બાદ બહાર આવેલા એક્ઝિટ પોલ મુજબ સ્ટારમરનો વર્તમાન પીએમ પર વધુ દબદબો હતો. એક્ઝિટ પોલમાં લેબર પાર્ટી યુકેમાં સરકાર બનાવવા જઈ રહી છે અને સ્ટારમર નવા પીએમ બનશે.
આવી સ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટારમરની જીત પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ સ્ટારમરને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા…..હું પરસ્પર વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપતા તમામ ક્ષેત્રોમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સકારાત્મક અને રચનાત્મક સહયોગની આશા રાખું છું.”




