હાલ માં રાજકોટ અગ્નિકાંડનાં પડઘા હજુ શાંત પણ નથી થયા એવામાં આજે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સયાજી હોસ્પિટલના નાક, કાન અને ગળા વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ આ આગ ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટના કારણે લાગી હોવાની શક્યતા જણાઈ રહી છે.
ઓપરેશન થિયેટરમાં ઓકિસજન ગેસ લીકેજ થયો હોવાની પણ ચર્ચા છે. તકેદારીના પગલાં સ્વરૂપે આગ લાગતાજ સયાજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓપરેશન થિયેટર ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને હાલ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિ પર કાબૂમાં મેળવી લીધો છે. પરંતુ હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે.
આગ લાગી એ સમયે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં સૌ પ્રથમ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી ગઈ હતી. આ બ્લાસ્ટ વહેલી સવારે જ્યારે સ્વીચ ચાલુ કરવામાં આવી તે સમયે થયો હતો અને આ ઘટના સમયે OTમાં કોઈ દર્દી દાખલ ન હતો.
આગ લગતા જ ઓપરેશન થિયેટરમાં ધુમાડો ફેલાયો, જેના કારણે OTના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. સ્ટાફની સતર્કતાને પગલે તેમને તરતજ બીજા વોર્ડમાં ખસેડવામાં આવતા જાનહાનિ ટળી ગઈ આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર, વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં એકિસજન લિકેજને કારણે આગ લાગી હતી. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે હોસ્પીટલમાં આવી બેદરકારી કેવી રીતે થઈ શકે? હજુ રાજકોટ અગ્નિકાંડની આગ બુઝી પણ નથી એવામાં બીજો એક અગ્નિકાંડ થતા રહી ગયો છે. જવાબદાર કોણ ???




