sabarkathaराष्ट्रीय

નપા અને વેપારીઓ સામસામે આવી જતાં સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું….

નપા અને વેપારીઓ સામસામે આવી જતાં સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું....

સાબરકાંઠાના પ્રવાસન શહેર ઇડરના નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા તેમજ પાથરણાં વેપારીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે અને તેનું કારણ એ છે કે તંત્ર દ્વારા તેમને જ્યાં તેઓ ધંધો કરે છે ત્યાંથી દૂર કરાતાં તેઓ તંત્ર સામે લડાયક મિજાજમાં આવી ગયા છે અને તેમની માંગણી છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી તેમને પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી વેપારીઓની માંગ છે. જો કે તંત્ર આ અંગે મૌન છે….

વિગતે જોઇએ તો, ઇડર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પરથી લારી ગલ્લા તેમજ પાથરણાં વાળાઓને દુર કરાતા વિવાદ ચાલી રહ્યો છે.પાલિકા તત્વ સામે વિરોધ નોંધાવનાર વેપારીઓને રેલી માટેની મંજૂરી પણ ન અપાતા તંત્ર સામે ભારે રોષ જાગ્યો છે. અને  વિરોધને કારણે સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે….

નગરપાલિકાએ ટ્રાફિકની સરળતા મા3ટે  દ્વારા જાહેર માર્ગની સાઇડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને દૂર કર્યા છે. પરંતુ તેમની માંગણી  છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે….

આમ સતત બે દિવસથી ઇડર શહેરમાં શાકભાજી ફ્રુટ તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ધંધો રોજગાર  ઠપ થઇ ગયો છે. વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી વિરોધ યથાવત રાખતા પરિણામે  પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેનો ઉકેલ લાવવો જરૂરી છે. જો હજુ પણ આવનાર દિવસોની અંદર તંત્ર દ્વારા વેપારીઓની માંગ ન સ્વીકારવામાં આવી તો વિરોધ યથાવત રહેશે તો લોકોને વધુ મુશ્કેલીઓ પડી શકે છે….

Related Articles

Back to top button