sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વિકાસનો રથ આગળ વધારવા નવનિયુકત સાંસદની નેમ..

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વિકાસનો રથ આગળ વધારવા નવનિયુકત સાંસદની નેમ..

લોકસભા ચૂંટણી-2024માં સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા જંગી મતોથી વિજેતા બન્યા બાદ આજે હિંમતનગર ખાતે તેમના ભવ્ય  વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું..જેમાં આગામી સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિકાસનો રથ આગળ વધારવા માટેની સ્થાનિકોની સાથે અને સામે ઉભા રહીને નેમ કહેતા પ્રતિજ્ઞા લીધી છે..

સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લાની લોકસભા બેઠક સાબરકાંઠા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા 1.5 લાખ કરતા વધુ મતોથી વિજેતા બન્યા છે. ભવ્ય જીત બાદ મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું આભાર વ્યક્ત કરવા માટે વિધાનસભા દીઠ વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં આજે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર વિધાનસભા મત ક્ષેત્રમાં વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.  હિંમતનગર શહેરના ટાઉનહોલ ખાતે વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું ત્યારે જેમાં હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા ભાજપના આગેવાનો સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ હિંમતનગર મતક્ષેત્રના ધારાસભ્ય હાજર રહ્યા હતા. શોભનાબેન બારૈયાએ સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના વિકાસના કાર્યોને વેગ આપવા માટેની નેમ લીધી હતી.

એટલું જ નહીં પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના ઉદ્યોગોની સ્થાપના કરી તેઓને વેગ મળે તે માટે પણ કાર્ય કરવા માટે કટિબદ્ધ રહેવાની વાત કરી હતી. નાના ઉદ્યોગોની સ્થાપના કરવાથી યુવાનો અને બેરોજગારોને  ઘરઆંગણે જ રોજગારી મળી રહે તે માટે પ્રથમ પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવું નવનિયુક્ત સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.અને તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

Related Articles

Back to top button