sabarkathaराष्ट्रीय

જ્યારે ડ્રેન કેમેરામાં કેદ થયો વરઘોડાની સાથે જંગલી દિપડો….જાન નીચે ચાલે અને દિપડો ડુંગર પર…

જ્યારે ડ્રેન કેમેરામાં કેદ થયો વરઘોડાની સાથે જંગલી દિપડો....જાન નીચે ચાલે અને દિપડો ડુંગર પર...

એક તરફ ડુંગર પાસેથી પસાર થતો વરઘોડો બીજી તરફ ડુંગર પર દીપડાના આટાફેરા……કેવુ અદભૂત અને સાથે સાથે ડરામણુ દ્રશ્ય કહેવાય….!  અને આ દ્રશ્ય  એક જાનમાં ડ્રોન દ્વારા  શૂટીંગ ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ડ્રોન કેમેરામાં ડૂંગર પર જંગલી પ્રાણી આમ તેમ ફરતો નજરે ચઢ્યો અને હલચલ મચી ગઇ હતી…

વિગતે જોઇએ તો, સાબરકાંઠામાં વડાલીના મહોર ગામમાંથી નીકળેલો વરઘોડાનું ડ્રોનથી શૂટિંગ દરમિયાન નજીકનો ડુંગર ડ્રોન કેમેરામાં દેખાતા ધીમે ધીમે  દીપડો પણ દેખાતા રામાંચની સાથે ભયની લાગણી ફમ ફેલાઇ હતી કે કદાજ ડિપડો નીચે આવી જશે તો…?! જોતજોતામાં  ડુંગર પર દીપડો દેખાયાનો વીડિયો વાઇરલ થયો હતો.

વરઘોડા સાથે ડુંગરના પથ્થરો પર આટાફેરા કરતો દીપડો ડ્રોનમાં કેદ થયો જાણી સૌ કોઇ ખુશ ખુશ થયા હતા. અલબત આ પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવે તે પહેલાં તેને પાંજરે પૂરવુ જોઇએ. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વડાલીના ભંડવાલ પાસેના ડુંગર પર દીપડો આટાફેરા કરતો દેખાયો હતો.

Related Articles

Back to top button