છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી……
છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી......
સાબરકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ છે..
જે સુચના અન્વયે પો.ઈન્સ.શ્રી.એ.જી.રાઠોડ,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો.
તે દરમ્યાન આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ.નં-૩૯૫ તથા આ.પો.કોન્સ.પંકજકુમાર કાન્તીભાઈ બ.નં-૮૯૬ નાઓને મળેલી સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે પોશીના પો.સ્ટે પાર્ટ એ ગુ.૨.નં-૨૨૦૩૪૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૪૦૬,૪૨૦,૧૨૦ બી, ૧૧૪ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી (૧) કાન્તીભાઈ વશીભાઇ વરહાત ઉ.વ.-૩૮ તથા (૨) સવિતાબેન વા/ઓ કાન્તીભાઈ વકશીભાઇ વરહાત ઉ.વ.-૩૮ (બન્ને રહે. શેરાવાડા ફળીયું, બોખલા તા. વિછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાનવાળા) પોશીના ગોયા નાકા ખાતે રોડ ઉપરથી મળી આવતાં સદરી બન્ને આરોપીઓને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પોશીના પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.
આ કેસની કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓમાં (૧) એ.એસ.આઇ. શૈલાબેન બેન્જામીન
(૨) અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ (૩) આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ (૨) આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ (૩) અ.પો.કોન્સ. પંકજકુમાર કાન્તીભાઇ (૪) ડ્રા.પો.કોન્સ. સુનિલ જયંતિલાલ એમ એ.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા દ્વારા જમાવવામાં આવ્યું હતું.




