sabarkathaराष्ट्रीय

જો થઇ છે….આને કહેવાય બિન મોસમ બારિશ… વગર વરસાદે નદી ભરપૂર….

જો થઇ છે....આને કહેવાય બિન મોસમ બારિશ... વગર વરસાદે નદી ભરપૂર....

સાબરકાંઠામાં હજુ એટલો વરસાદ આવ્યો નથી કે નદીઓમાં પૂર અને ભારે પૂર આવે. કેમ કે  ગુજરાતમાં હજુ મેઘરાજાની સત્તાવાર ધમાકેદાર એન્ટ્રી થઇ નથી. વરસાદ હજુ પહોંચી રહ્યો છે. પરંતુ ગુજરાતના પડોશમાં રાજસ્થાનમાં ભારે વરસાદથી  જિલ્લાના વિજયનગરની હરણાવ નદીમાં પ્રથમ વરસાદે જ પૂર આવતા કૂતુહલ સર્જાયું હતું.

વિગતે જોઇએ તો આ અંગેની જાણ થતાં જ લોકો સવારે પૂર જોવા ઉમટ્યા હતા.અને તેમને પણ નવાઇ લાગી હતી કે  વગર વરસાદે નદીમાં ભારે પૂર કઇ રીતે….?  જો કે તેનો ખુલાસો એવે થયો કે, રાજસ્થાનનાં ઉપરવાસ ભારે વરસાદને પગલે સૌ પ્રથમ નદીમાં પૂર આવ્યું છે..

રાજસ્થાનના ગણેશવાસ, અંબાપીડી, સરવણવમાળા, ગામો જેવા ગામમાં વધુ વરસાદ પડવાના કારણે વિજયનગરની નદીમાં નવા નીર આવ્યા છે  અને વૈશાખ માસના ઉત્તરાર્ધમાં જ નદીમાં પૂર આવતાં  સારા ચોમાસાની સંભાવનાએ. ભૂમિપુત્રોમાં ખુશી પ્રસરી હતી. આને કહેવાય બિન મોસમ બારિશ….

Related Articles

Back to top button