સાબરકાંઠાંમાં હાલમાં ગરમી છે ગરમીમાં ક્યાંક કાર સળગી જાય કે ક્યાંક અન્ય કોઇ દુર્ઘટના બનતી હોય છે. આટઆટલી ગરમીમાં જાણે કે કોઇ દુર્ઘટના ન બને તો નવાઇ લાગે…ની જેંમ હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ વીજ ડીપીમાં ભીષણ આગ. લાગી હતી.
જ્યાં આગ લાગી તે આ સ્થળ એલ આઈ સી ઓફિસની બાજુમાં છે અને ત્યાં આવેલ ડીપીમાં આગની ઘટના બની હતી..એમ કહેવાય છે કે જીવંત વીજ ડી પીમાં આગ લાગી હતી અને આગ લાગતા ભારે અફરા તરફી મચી ગઇ હતી..
જો કે વીજ કર્મીઓ અને ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરાઈ હતી..અને તરત જ ફાયરના જવાનોએ સ્થલ પર જઇને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જો કે .સદ્દનશીબે કોઈ જાનહાની થઇ નથી.




