राष्ट्रीयકચ્છ

રાપરમાં મેઘવાળ સમાજના મુક્તિધામ મધ્યે રાઠોડ (રાકાણી) યુવા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયું…

પ્રતિનિધિ:જયેશ ધેયડા….

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વએ પર્યાવરણ દિવસ મનાવ્યું છે ત્યારે રાઠોડ (રાકાણી) યુવા ગ્રુપ-રાપર દ્વારા  મેઘવાળ સમાજના  મુક્તિધામ  રાપર મધ્યે વૃક્ષારોપણનું આયોજન કરીને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો. હતો..

લોકો  પર્યાવરણ પ્રશ્ને  જાગૃતતા લાવે અને પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બનીને દરેકે ફકત પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ જ્યારે મોકો મળે ત્યારે વૃક્ષારોપણ કરવું જોઈએ અને પર્યાવરણની સુરક્ષા માટે ફકત વૃક્ષારોપણ જ નહિ પરંતુ પર્યાવરણ જાળવણી માટેના તમામ કાર્યો  કરવા જોઈએ  જેથી પર્યાવરણ સામે ના ખતરાઓમાં ઘટાડો થઈ શકે.

આ દિવસ નિમિતે રાઠોડ (રાકાણી) યુવા ગ્રુપ દ્વારા ટુંક સમયમાં રાપર શહેરમાં આવેલ તમામ તળાવોની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવશે. અને લોકોમાં જાગરૂકતા લાવવાનું કામ કરશે. આયોજનમાં વિપુલ રાઠોડ, દલસુખ રાઠોડ, રમેશ રાઠોડ, નવીન રાઠોડ, મહેશ રાઠોડ, વિજય રાઠોડ, સુરેશ રાઠોડ ,જગદીશ રાઠોડ, ગોવિંદ રાઠોડ , સંજય રાઠોડ જોડાયા હતા.

Related Articles

Back to top button