ભૂલસુધારઃ ભાજપનાં નેતા સંબિત પાત્રાએ માફી માંગી:..જાણો શું છે આખો મામલો…
ભૂલસુધારઃ ભાજપનાં નેતા સંબિત પાત્રાએ માફી માંગી:..જાણો શું છે આખો મામલો...
બીજેપી નેતા અને પુરી લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ પર કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેની એક કથિત વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ કોઈ ઓડિયો ચેનલ સાથેની વાતચીતમાં એમ કહેતા સાંભળી શકાય છે કે ભગવાન જગન્નાથ પણ પીએમ મોદીના ભક્ત છે.
સં બિત પાત્રાની વાઈરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માણસનાં ભક્ત કહેવા તે ભગવાનનું અપમાન છે. તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તોનું અપમાન થયું છે.
બીજેપી નેતા સંબિત પાત્રાએ તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી. સીએમ નવીન પટનાયકની એક્સ પોસ્ટને શેર કરતા પાત્રાએ લખ્યું કે આજે પુરીમાં પીએમ નરેન્દ્ર મોદીજીના રોડ શોની ભારે સફળતા પછી મેં મીડિયા ચેનલોને ઘણી બાઈટ્સ આપી, દરેક જગ્યાએ મેં ઉલ્લેખ કર્યો કે મોદીજી એક ઉત્સાહી અને શ્રીજગન્નાથ મહાપ્રભુનાં ભક્ત છે. મેં તેનું ઉંધુ ઉચ્ચારણ કરી દીધું હતું…..




