sabarkathaराष्ट्रीय

લોકલાગણીઃ ભીષણ ગરમીમાં નપાના પરબમાં પાણી નથી કે નપામાં જ પાણી નથી…?

લોકલાગણીઃ ભીષણ ગરમીમાં નપાના પરબમાં પાણી નથી કે નપામાં જ પાણી નથી...?

ખેડબ્રહ્મા શહેરમા  નગરપાલિકા દ્વારા સંચાલિત  શિવાજી ઉદ્યાન બગીચામાં આવેલા પરબમાં ઠંડા પાણીની વ્યવસ્થા ના હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા બનાવેલ શિવાજી ઉદ્યાન બગીચામાં બનાવેલ પરબમાં પાણી ન આવતુ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બગીચામાં આવતા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હતા….

 તે જ સમયે  એક વ્યક્તિ પશુ પંખી માટે પાણીના કુંડામાં પાણી ભરવા આવ્યો અને પરબની ચકલી ચાલુ કરી અને પાણી ન આવતા ભાઈ નિરાશ થઈને ચાલતા થઈ ગયા હતા…..

આટ આટલી ભીષણ ગરમી હોવા છતાં નગરપાલિકા આખ આડા કાન કરતી લાગે છે.  આ પરબ કેટલા દિવસથી બંધ છે તો  શું નગરપાલિકાના અધિકારીઓની તેની જાણ થઈ નહીં હોય…. તો શું આ બગીચામાં આ ઠંડા પાણીની પરબ શોભાના ગોઠિયા સમાન છે કે શું? એવા સવાલો લોકો કરી રહ્યાં છે અને નગરપાલિકાના સત્તાવાળાઓ ખાસ કરીને ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ પાસેથી જવાબ માંગી રહ્યાં છે કે ભીષણ ગરમીમાં લોકો સામે ચાલીને પીવાનું પાણી પીવડાવે પણ અહીં તો ખુદ નગરપાલિકાના પરબમાં જ પાણી નથી…..કે પછી નગરપાલિકામાં પાણી નથી..?

Related Articles

Back to top button