સેક્સ સ્કેન્ડલઃ દેવેગૌડાએ કહ્યું-પૌત્ર ગુનેગાર ઠરે, કાર્યવાહી કરો મને વાંધો નથી…….
સેક્સ સ્કેન્ડલઃ દેવેગૌડાએ કહ્યું-પૌત્ર ગુનેગાર ઠરે, કાર્યવાહી કરો મને વાંધો નથી.......
પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડાએ શનિવારે તેમની 92મી વર્ષગાંઠ ઉજવી હતી. તેમણે પૌત્ર અને સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડ મામલે જણાવ્યું હતું કે જો કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી પ્રજ્વલ વિરુદ્ધ થશે તો તેઓ તેનો પણ વિરોધ કરશે નહીં.
જોકે તેમના પુત્ર અને જેડીએસના ધારાસભ્ય એવા એચ ડી રેવન્ના બાબતે તેમણે કહ્યું હતું કે તેમની વિરુદ્ધના તમામ શારિરીક છેડતી કરવાના અને બંધક બનાવવાના કેસ ઉપજાવી કાઢેલા છે. જોકે હાલ આ તમામ બાબતે કોર્ટમાં કેસ ચાલતો હોવાના પગલે તેમણે વધુ કોઈ વાત કરવાની ઈન્કાર કર્યો હતો.
આ મુદ્દે પત્રકારો સાથે વાત કરતા પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે આ સેક્સ સ્કેન્ડલમાં ઘણા બધા લોકો સંકળાયેલા છે. જોકે મારે કોઈનું પણ નામ કહેવું નથી. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જે પણ લોકો આ સેક્સ સ્કેન્ડલમાં સંકળાયેલા છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ કેસની પીડિત મહિલાઓને ન્યાય મળવો જોઈએ.
દેવેગૌડાએ વધુમાં કહ્યું હતું કે મને પ્રજ્વલ વિરુદ્ધ કાર્યવાહી થાય તેમાં કોઈ વાંધો જ નથી. જોકે રેવન્નાના કેસમાં તેમણે કહ્યું હતું કે લોકોએ એ બાબત જાણવી જોઈએ કઈ રીતે સમગ્ર કેસને ઉભો કરવામાં આવ્યો છે. એક કેસમાં હાલ જામીન આપવામાં આવ્યા છે, જ્યારે બીજા કેસમાં સોમવારે ચુકાદો આવવાનો છે. તેથી મારે આ મુદ્દે કઈં જ કહેવું નથી.




