राष्ट्रीय

વન ખાતના રોજમદાર કામદારો આનંદો….હાઇકોર્ટે તમારા માટે કહ્યું છે કે….

વન ખાતના રોજમદાર કામદારો આનંદો....હાઇકોર્ટે તમારા માટે કહ્યું છે કે....

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોજમદાર કામદારોને તેમની નોકરીમાં કાયમી કરવા અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા આપેલા ચૂકાદામાં જણાવવામાં આવ્યું છે કે જો કામદાર વર્ષોથી એક જ જગ્યાએ કામ કરતો હોય તો તેને એક નક્કી કરવામાં આવેલા અથવા ચોક્કસ કાર્યકાળ બાદ કાયમી કરવો રહ્યો. તે તેનો હકદાર બની જાય છે, આ ઉપરાંત તેને સમયાંતરે પગારમાં વધારો અને બીજા અન્ય લાભો પણ મળવા જોઈએ ,તે આ બધા માટે ચોક્કસ પાત્રતા ધરાવે  છે. વધુ માં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે.  તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે.

આ સમગ્ર બાબતે રાજ્યનાં વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા કોર્ટમાં પિટિશન કરાઈ હતી. જેમાં દૈનિક વેતન કામદારોનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગે તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપ્યા ન હતો. હાલમાં કામદારો હકદાર છે તેનાં કરતા ઓછું મહેનતાણું મળતું હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.

આ બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે, વન વિભાગે સરકારી ઠરાવનાં લાભોનો અમલ કર્યો નથી. દૈનિક વેતન કામદારોએ કાયમી થવા માટેની અવધિ પૂર્ણ કરી હોવા છતાં તેઓને કાયમી કરાયા નથી કે લાભો અપાયા નથી. વન વિભાગને આઠ સપ્તાહમાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો, છત્તા હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. કાયદા મુજબ નિર્ણય લેવા સત્તાવાળાઓને કોર્ટે તાકીદ પણ કરી છે.

Related Articles

Back to top button