બિહારમાં સત્તા પલટો થયા બાદ તરતજ બીજા જ દિવસે લાલુ યાદવને EDનું તેડું આવી ગયું છે. . સવારે 11 વાગ્યાથી પટનાની ED ઓફિસમાં લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવની પૂછપરછ ચાલુ છે. લાલુ પુત્રી મીસા ભારતી સાથે પહોંચ્યા હતા. મીસાએ લાલુ માટે ખાવાનું ઈડી ઓફિસમાં જ પહોંચાડ્યું હતું. દવાઓ પણ બે વખત પહોંચાડવામાં આવી હતી.
મીસાએ મીડિયાને કહ્યું હતું કે દેશની સામે બધું જ છે અને દેશની જનતા બધું જોઈ રહી છે. પિતા ઊઠી- બેસી શકતા નથી તોપણ તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તે લોકો તેમની સાથે નથી, તેમને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. લાલુના સમર્થકો ED ઓફિસની બહાર ભેગા થયા છે. પટના ED ઓફિસમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપૂર્વ રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સોમવારે કથિત જમીન-નોકરી કૌભાંડ કેસમાં ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. લાલુની આ પૂછપરછ પટનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં થઈ હતી. EDએ લાલુ યાદવને પૂછ્યું કે નોકરીના બદલામા જમીનનો કૉન્સેપ્ટ શા માટે હતો? હૃદય નારાયણ ચૌધરીનો સંપર્ક કેવી રીતે થયો? દિલ્હી અને પટનાના ED અધિકારીઓ લાલુની પૂછપરછ કરી રહ્યા છે. તેમને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
વાસ્તવમાં, તેમની પુત્રી મીસા ભારતી પણ આરજેડી સુપ્રીમો સાથે હાજર હતા અને તેઓે સોમવારે સવારે 11.05 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા હતા. લાલુને ED ઓફિસમાં દાખલ કર્યા પછી ભારતીએ પત્રકારોને કહ્યું, “જ્યારે પણ કોઈ કેન્દ્રીય તપાસ એજન્સી અમારા પરિવારના કોઈપણ સભ્યને પૂછપરછ માટે બોલાવે છે, ત્યારે અમે ત્યાં જઈએ છીએ અને તેમને સહકાર આપીએ છીએ અને તેમના તમામ પ્રશ્નોના જવાબ આપીએ છીએ.”
લાલુના આગમન પર, પટના ED કાર્યાલયની બહાર હાજર તેમના સમર્થકો અને પક્ષના નેતાઓએ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર તેના વિરોધીઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.




