राष्ट्रीय

કોંગ્રેસનો દાવો- વડાપ્રધાન મોદીની ખુરશી ખતરામાં લાગે છે, કેમ કે તેમણે મિત્રો પર જ શરૂ કર્યા હુમલા

કોંગ્રેસનો દાવો- વડાપ્રધાન મોદીની ખુરશી ખતરામાં લાગે છે, કેમ કે તેમણે મિત્રો પર જ શરૂ કર્યા હુમલા

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી ખતરામાં હોવા અંગેની ટિપ્પણી કરી હતી. ખડગેએ આ અંગે સોશિયલ મીડિયા x પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ મિત્રો પર ટિપ્પણી કરવા લાગ્યા છે, તે જ લોકસભાની ચૂંટણીના પરિણામનો એક ચિતાર છે.

ખડગેએ વધુમાં કહ્યું કે સમય બદલાઈ રહ્યો છે. મિત્રો હવે મિત્રો રહ્યાં નથી. આજે લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન પછી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ પોતાના મિત્રો પર હુમલો કર્યો છે. તેની પરથી સ્પષ્ટ કહી શકાય કે તેમની ખુરશી ખતરામાં છે અને આ જ લોકસભાની ચૂંટણીના પરિણામનો વાસ્તવિક ટ્રેન્ડ છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજની તેમની તેલંગાણા ખાતેની એક રેલીમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. શાબ્દિક પ્રહારો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે શાં માટે અંબાણી-અદાણીના મુદ્દાને ઉઠાવવાનું બંધ કરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષથી શહેજાદા આ મુદ્દાને ઉઠાવી રહ્યાં હતા પરંતુ હમાણાથી આ વાત જ કાઢતા નથી. તેમનો કોઈ સોદો ફસાઈ ગયો છે કે શું?

Related Articles

Back to top button