કંગના જેમાં ઇન્દિરા બની છે એ ફિલ્મ હવે રજૂ થશે આ તારીખે…જાણો…
કંગના જેમાં ઇન્દિરા બની છે એ ફિલ્મ હવે રજૂ થશે આ તારીખે...જાણો...
તાજેતરમાં બૉલીવુડમાં બાયોપિક ફિલ્મોનો યુગ ચાલી રહ્યો છે એવું કહીએ તો કઈ અતિશયોક્તિ ન કહી શકાય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેશના અવિસ્મરણીય અને અમૂલ્ય ઇતિહાસના વારસાને લોકો સમક્ષ લાવવાનો તેમજ દેશની આઝાદી તેમજ જૂની પરંપરાઓ માટે લડનારા તેમજ વિવિધ ક્ષત્રે પોતાનું નામ રોશન કરી દેશને ગૌરવ પ્રદાન કરી આપનારાઓના જીવન પર ફિલ્મો નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી રહી છે, અને ઉલ્લેખનીય વાત એ પણ છે કે આ ફિલ્મો દર્શકોને પસંદ પણ આવી રહી છે.
તાજેતરમાં રીલીઝ થયેલી અને રીલીઝ થનારી ફિલ્મોમાં “મે અટલ હું “, ચંદુ ચેમ્પિયન, આર્ટીકલ 370, કિરણબેદી, વીર સાવરકર, એમ એસ ધોની, સરદાર ઉધમસિંગ, અમરસિંગ ચમકીલા શાબાશ મીઠું, સેમ બહાદુર વગેરે સામેલ છે. જે મહદઅંશે સફળ થઈ છે, જેને પગલે નિર્માતાઓમાં પણ બાયોપિક બનાવવાનો ઉત્સાહ વધ્યો છે.
દરમિયાનમાં ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા અને ઍકટર કંગના રનૌત દ્વારા ફિલ્મને “ઈમરજન્સી” નામ આપવામાં આવ્યું છે. જેની રિલીઝ ડેટ હાલમાં આવી ગઈ છે. કંગના રનૌતે પોતે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તે ફિલ્મની નિર્માતા અને દિગ્દર્શક પણ છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, મિલિદ સોમણ અને સતીશ કૌશિક પણ મહત્વના રોલમાં જોવા મળશે.




