sabarkathaराष्ट्रीय

સુસ્વાગતમ માન. મોદીજી…., ભલે પધાર્યા….સાબરકાંઠામાં આપનું ભાવભીનું સ્વાગત છે…

સુસ્વાગતમ માન. મોદીજી...., ભલે પધાર્યા....સાબરકાંઠામાં આપનું ભાવભીનું સ્વાગત છે...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાબરકાંઠાની મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની વર્તમાન ચૂંટણીમાં ગુજરાતમાં 7મીએ મતદાન થવાનું છે. તે પહેલાં  વડાપ્રધાનનો પ્રવાસ જાહેર થયો છે જેમાં આવતીકાલે પહેલી મે ગુજરાત સ્થાપના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે હિંમતનગરના તલોદ રોડ ઉપર રામપુર આમોદરા પાસે આયોજિત સભાને સંબોધન કરશે. અને ભાજપના ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરીને કોંગ્રેસ પર પ્રહારો કરે તેમ છે. તેઓ ગુજરાત સ્થાપના દિનનો પમ ઉલ્લેખ કરે તેમ છે. તેમના આગમનની તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ છે.

વડાપ્રધાનની જંગી જાહેર સભા માટે વિશાળ ડોમ તૈયાર કરાયો છે અને પીએમ મોદીના આગમનને લઈને લોખંડી  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Related Articles

Back to top button