ભાજપઃ એક તુ હી ધનવાન હૈ પલ્લવી…. બાકી સબ કંગાલ….
ભાજપઃ એક તુ હી ધનવાન હૈ પલ્લવી.... બાકી સબ કંગાલ....
ભાજપે દક્ષિણ ગોવા મતવિસ્તારમાંથી બિઝનેસમેન શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને ઉમેદવાર બનાવી છે. પલ્લવીએ મંગળવારે પોતાનું નામંકન દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટરમાં જમા કરાવ્યું હતું. રિટર્નિંગ અધિકારી સમકક્ષ દાખલ કરવામાં આવેલા 119 પાનાની એફિડેવિટમાં જાણવા મળ્યું કે તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પોની સાથે તેમની કુલ સંપત્તિ લગભગ 1400 કરોડ રૂપિયા છે. ડેમ્પો ગ્રુપનો બિઝનેસ ફ્રેન્ચાઈઝ ફુટબોલ લીગથી લઈને લીકર રિયલ એસ્ટેટ, જહાજ નિર્માણ, શિક્ષણ અને ખનન કારોબાર સુધી ફેલાયેલો છે.
પલ્લવીની એફિડેવિટથી ખ્યાલ આવે છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસના સ્વામિત્વ વાળી સંપત્તિનું મુલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની અચલ સંપત્તિની કુલ બજાર વેલ્યું 28.2 કરોડ રૂપિયા છે. જ્યારે શ્રીનિવાસની અચલ સંપત્તિનું કુલ બજાર મુલ્ય 83.2 કરોડ રૂપિયા છે. શ્રીનિવાસ ડેમ્પોની ગોવા અને દેશના અન્ય હિસ્સાઓમાં સંપત્તિઓ સિવાય, દંપત્તિની પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે. જેની બજાર કિંમત 2.5 કરોડ રૂપિયા છે. સાથે જ લંડનમાં પણ 10 કરોડનો એક એપાર્ટમેન્ટ છે.
પલ્લવી ડેમ્પોના એફિડેવીટના જણાવ્યા મુજબ તેમની પાસે 5.7 કરોડ રૂપિયાની કિંમતનું સોનું છે. જ્યારે પલ્લવીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે 10 કરોડ રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કર્યું છે. 49 વર્ષીય ભાજપના ઉમેદવારે એમઆઈટી, પુના યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે.




