गुजरातराष्ट्रीय

હાશ..આખરે ધોધમાર વરસાદ આવ્યો ખરો..અનેરી છે ઠડક…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ

દહેગામ શહેર અને તાલુકામાં અત્યારે ગાજ વીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે બફારામાંથી લોકોને રાહ મળી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે જોરદાર વાવાઝોડા સાથે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી પાણી ભરાઈ જવા પામ્યું છે અને જોરદાર વાવાઝોડું આવતા વાહન ચાલકો પણ પરેશાન થવાના અહેવાલો સાપડ્યા હતા.

 છેલ્લા ઘણા દિવસથી ગરમી અને ઉકરાટ થી લોકો ત્રાહિમામ થઈ જવા પામ્યા હતા તેથી ઓચિંતો આજે વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે અને જોરદાર વાવાઝોડા સાથે વરસાદ હાલમાં ચાલુ હોવાથી લોકો રસ્તા ઉપર નજરે પડતા નથી દહેગામ તાલુકાના કડજોદરા લીહોડા જેવા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાયા હતા.

Related Articles

Back to top button