राष्ट्रीय
અકસ્માતઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારમાં સવાર 10 લોકોનાં મોત
અકસ્માતઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારમાં સવાર 10 લોકોનાં મોત
ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદની પાસે ભીષણ અકસ્માત થયો છે. તેમાં 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. ટ્રેલરની પાછળ સ્પીડમાં આવતી કાર ઘુસી જવાના પગલે અકસ્માત સર્જાયો હતો. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર તમામ 10 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 8 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે બે વ્યક્તિઓએ હોસ્પિટલ જતી વખતે જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટનાની જાણ થતા જ 108 ઘટના સ્થળે પહોંચી હતી. આ સિવાય એક્સપ્રેસ હાઈવેની ઈમરજન્સી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.




