sabarkathaराष्ट्रीय

ચૂંટણી ટાણે ઇડર પોલીસથી અંદાજે 500 મીટરના અંતરે દારૂનું ધૂમ વેચાણ..પરમિશન કોની?

ચૂંટણી ટાણે ઇડર પોલીસથી અંદાજે 500 મીટરના અંતરે દારૂનું ધૂમ વેચાણ..પરમિશન કોની?

ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીને કારણે  આદર્શ આચારસંહિતા લાગુ છે ત્યારે ગાંધીના ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલ ઇડર શહેરમાં દેશી અને અંગ્રેજી દારૂનો વેપાર ફૂલો ફાલ્યો છે.

ઇડર શહેરમાં તેમજ ખાસ કરીને ઇડર પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારમાં દેશી તેમજ અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે.  ઉલ્લેખનીય છેકે જ્યાં દારૂનો વેચાણ થઈ રહ્યું છે તેના નજીકના અંતરમાં જ સરકારી કચેરીઓ આવેલી છે.  પરંતુ  સરકારી તંત્ર તેમજ ઇડર પોલીસના નાક નીચે તંત્રનાં ડર વિના પોલીસને ખુલ્લી ચેલેન્જ ફટકારતા બૂટલેગરો દેશી તેમજ અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા હોવાનું એક ચિત્ર ઉપસી રહ્યું છે।

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દારૂના સોદાગર બૂટલેગરો દ્વારા રોયલ ગ્રાહકોને હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે. કહેવાય છે કે દારૂના સેવનથી નિર્દોષ પરિવારોના ઘર બરબાદ થતાં હોય છે અને લોકો આ ઝેર સમાન દારૂનો નશો કરી પોતાનું જીવન પણ ટૂંકાવતા હોય છે.

તો બીજી તરફ ઈડર શહેરની વચ્ચે આવેલા દામોદર એરીયા તેમજ ટાવર રોડ પર દિવસ-રાત હજારો રાહદારીઓ બજારમાં ખરીદી અર્થે આવતા હોય છે તો બીજી તરફ ઇડર શહેરમાં પોલીસ સ્ટેશનથી અંદાજે 500 મીટર દૂર એટલે કે પોલીસના નાક નીચે આ અંગ્રેજી તેમજ દેશી દારૂનો હોલસેલ તેમજ રીટેલ વેપાર થઈ રહ્યો છે તેવા સમયે  આ બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે પછી…જવા દોને એવુ તો ચાલ્યા કરે….એવી કોઇ માનસિકતા જોવા મળશે કે કેમ તે જોવું રહ્યું…

Related Articles

Back to top button