राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

રિપોર્ટ:કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા…

અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો  થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે. બાયડ તાલુકાના જૂનાપીપોદરા ગામમાં ધેર ધેર જઇને સંકલ્પપત્રો સાથે 100% મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યા.

 

Related Articles

Back to top button