જય ભીમઃ બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર 133મી જન્યજયંતી ઉજવાઇ….
રાહુલ સિંહલ હિંમતનગર…
તારીખ 14મી એપ્રિલ, ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ, મહામાનવ- ભારતરત્ન બૌદ્ધિસત્વ દલિત શોષિત અને વંચિત સમાજના લાખો બાળકોને જીવનદાન આપનાર મહિલાઓના ઉજાગર ડૉ બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં હિંમતનગર તાલુકાના જુદા જુદા સંગઠનો તથા રાજકીય પક્ષો સાથે મળી સિવિલ સર્કલ ખાતે આવેલા ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું અને જોશ અને ઉત્સાહ સાથે જય ભીમના નારા લગાવ્યા હતા.
આ કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પરમારસાહેબ. ઉપપ્રમુખ. પિયુષ પરમાર સાહેબ, પ્રભારી પંકજભાઈ પરમાર સાહેબ, જિલ્લા મહામંત્રી ગુણવંતભાઈ વણકર, હિંમતનગર વિધાનસભાના પ્રમુખ રાહુલ સિંહલ સાહેબ તથા જિલ્લાના પૂર્વપ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી સાહેબ સાથે કિરીટ ભાઈ વણકર . મૂકેશભાઈ વણકર, ભરતભાઈ વણકર તેમજ પાર્ટીના જુના નવા કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.




