sabarkathaराष्ट्रीय

પોલીટિક્સઃભીખાજી બાદ હવે શોભનાબા નામની સામે વિરોધ વંટોળ..ભાજપના સભ્ય નથી છતાં ટિકિટ..?!

પોલીટિક્સઃભીખાજી બાદ હવે શોભનાબા નામની સામે વિરોધ વંટોળ..ભાજપના સભ્ય નથી છતાં ટિકિટ..?!

સાબરકાંઠાના રાજકીય ઇતિહાસમાં અને ખાસ કરીને જ્યારથી સાબરકાંઠાની બેઠક ભાજપે જીતી ત્યારથી લઇને અત્યાર સુધી આવુ જોવા મળ્યું નહીં જે હાલમાં જોવા મળી રહ્યું છે.

ભાજપે આ બેઠક માટે મેઘરજવાળા ભીખાજી ઠાકોરને પસંદ કર્યા પરંતુ તેમનો એમ કરીને વિરોધ થયો કે તેઓ ઠાકોર નથી પણ ડામોર છે અને આદિવાસી છે. ભાજપ હાઇકમાન્ડને કાપો તો લોહગી ન નિકળે એવી ક્ષોભજનક સ્થિતિમાં કોણે મૂક્યા તેની તપાસ ચાલી રહી છે.

દરમ્યા3ન ભાજપે ભીખાજીના સ્થાને શોભનાબેન બારૈયાને પસંદ કર્યા અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે એમ માનીને નિરાંત અનુભવી. પણ હવે એવુ થયું છે કે ભાજપે જાહેર કરેલા લોકસભા બેઠકના બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ શરૂ થયો છે.

વિગતે જોઇએ તો,  અહીં ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને હિંમતનગર કાર્યાલય ખાતે ભારે વિરોધ નોંધાવ્યો એમ કહીને કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને ટિકિટ કેમ આપી..?

pfndneYjve રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સમક્ષ બીજો ઉમેદવાર  પણ બદલવા માંગણી કરી છે. કેમ કે તેમનુ માનવુ છે કે, શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટીકીટ આપી છે અને તેના પગલે ભાજપમાં ભારે રોષ શરૂ થયો છે. માત્ર વિરોધ જ નહીં પણ જો ઉમેદવાર નહિ બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામની  ચીમકી આપવામાં આવી છે. આમ અગાઉ ભાજપે જાહેર કરાયેલા ઉમેદવારની સામે વિરોધ થોય તો  બીજા ઉમેદવારની સામે પણ વિરોધ થતાં  ભાજપની નેતાગીરી મૂઝવણમાં છે કે સાબરકાંઠામાં આ શું ચાલી રહ્યું છે…?

Related Articles

Back to top button