sabarkathaराष्ट्रीय

હિંમતનગર નગરપાલિકાનો તાજ કોના શિરે મૂકાશે…?

પ્રતિનિધિ:જીજ્ઞેશ સોની…

સાબરકાંઠામાં આવેલ તાલુકા અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની નિમણુંકની પ્રક્રિયા શરૂ થઇ છે. તમામ સ્થાનિક સંસ્થાઓ ભાજપ હસ્તક છે એટલે ભાજપના આગેવાનોએ જિલ્લાની મુલાકાત લઇને સ્થાનિક કાર્યકરોને મળીને નવા નામો અંગે સેન્સ લીધી છે.

આ તમામમાં જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં નગરપાલિકાનો તાજ કોને મળશે તેની વ્યાપક ચર્ચા છે. દરમ્યાનમાં, હિંમતનગર પાલિકામાં પ્રમુખપદની સેન્સ પ્રક્રિયા પૂરી થતાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે બની બેઠેલા નેતા પ્રમુખપદ મેળવશે કે જેણે પક્ષ માટે પાયાના કાર્યકરથી શરૂઆત કરી છે તે કાર્યકર પ્રમુખ બનશે..?  આ સવાલનો જવાબ તો આવનારો સમય જ બતાવશે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે..?

Related Articles

Back to top button