राष्ट्रीय

વિચિત્ર દુર્ઘટના: ટ્રેઇની પ્લેન પેસેન્જર વિમાન સાથે જઇ ટકારાયું…..બેના મોત…

વિચિત્ર દુર્ઘટના: ટ્રેઇની પ્લેન પેસેન્જર વિમાન સાથે જઇ ટકારાયું.....બેના મોત...

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક વિચિત્ર દુર્ઘટના ઘટી ,અકસ્માતમાં  ટ્રેઈની પાઈલટ અને ટ્રેનરનું મોત થયું હતું. બનાવની વિગત મુજબ ટ્રેનિંગ દરમિયાન તેમનું પ્લેન પેસેન્જર પ્લેન સાથે અથડાયું હતું. કેન્યાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક કેરિયર સફારીલિંક અને 99 ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું વિમાન ઉડાન ભર્યા બાદ આચનક ચાલુ ઉડાને જ બંને વિમાન એક બીજા સાથે અથડાતા આ ભયાનક ઘટના બની હતી.

આ ઘટનાની નૈરોબી પોલીસ એડમસન બુંગાઈએ ટેક્સ્ટ સંદેશ દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી હતી, જો કે તેમણે ઘટનાની વધુ વિગતો આપી ન હતી. સફારીલિંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ટેકઓફના થોડા સમય બાદ જ જોરદાર ધડાકો થયો હતો, પ્લેન કેન્યાના દરિયાકાંઠે ડિયાની તરફ જઈ રહ્યું હતું અને તેમાં 44 લોકો સવાર હતા. જો કે સદનસીબે ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા.

એક રિપોર્ટ મુજબ આ ઘટનાને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને સફારીલિંક અને એવિએશન સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે. 99 ફ્લાઈંગ સ્કૂલે એક સમાચાર એજન્સીને ફોન કોલ દ્વારા ઘટનાની જાણ કરી હતી પણ વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ક્રેશની ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સફારીલિંક કેન્યા, પડોશી તાંઝાનિયા અને ઝાંઝીબારમાં 18 સ્થળોએ ઉડાન ભરે છે.

Related Articles

Back to top button