राष्ट्रीय
ઓફિશિયલ ટુરઃ ઉપરાષ્ટ્રપતિ 8મી માર્ચે એક દિવસમાં ત્રણ રાજ્યોનો પ્રવાસ કરશે….
ઓફિશિયલ ટુરઃ ઉપરાષ્ટ્રપતિ 8મી માર્ચે એક દિવસમાં ત્રણ રાજ્યોનો પ્રવાસ કરશે....
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 8મી માર્ચ, 2024 મહિલા દિનના રોજ 3 રાજ્યોની મુલાકાત લેશે.બેંગલુરુ (કર્ણાટક), તિરુવનંતપુરમ (કેરળ) અને કોઈમ્બતુર (તમિલનાડુ)ની મુલાકાત લેશે.
તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ISRO સેટેલાઇટ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ, બેંગલુરુની મુલાકાત લેશે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના વૈજ્ઞાનિક સમુદાય સાથે વાર્તાલાપ કરશે.
આ ઉપરાંત તેઓશ્રી કેરળના તિરુવનંતપુરમ ખાતે રાજનકા પુરસ્કાર એનાયત કાર્યક્રમમાં માં મુખ્ય અતિથિ પણ હશે. ઉપરાષ્ટ્રપતિ મહાશિવરાત્રીની ઉજવણીને અનુમોદન આપવા તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રની પણ મુલાકાત લેશે.




