sabarkathaराष्ट्रीय
મકાન બાંધકામ વખતે અકસ્માતની ઘટનામાં બેના મોત….
મકાન બાંધકામ વખતે અકસ્માતની ઘટનામાં બેના મોત....
સાબરકાંઠાના જિલ્લામથકમાં અકસ્માતની એક ઘટના બની છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. જો કે આ અકસ્માત માર્ગ અકસ્માત પ્રકારનો નથી પણ મકાન બાંધકામ દરમ્યાન બનેલી અકસ્માતની ઘટના છે.
વિગતે જોઇએ તો, હિંમતનગર પાણપુર ગામમાં એક મકાનમાં કામ કરતા ધાબાની ઉપર એલીવેશન બોક્સ મજૂરી કામ કરી રહેલાં શ્રમિકોની ઉપર પડતાં ઘટના સ્થળે તેમના મૃત્યુ થયા હતા. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઇ હતી.
વધુ વિગતમાં ધાબાના સેન્ટીંગ કામ કરતી વખતે સંજયભાઈ મિસ્ત્રી તથા રાજુભાઈ વણકર પર એલીવેશન બોક્સ પડ્યું હતું.




