રૂ. 8 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ ઠર્યો…
રૂ. 8 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ ઠર્યો...
હિંમતનગર કોર્ટ દ્વારા રૂા.૮,૦૦,૦૦૦/–અંકે રૂપિયા આઠ લાખના ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ચેક રીટન કેસમાં આરોપીને તા.૨-૪-૨૦૨૪ના રોજ નિર્દોષ ઠરાવતો હુકમ ફરમાવ્યો હતો.
વિગતે જોઇએ તો, ફરીયાદી જીતેન્દ્રકુમાર એમ.પટેલ, રહે.હિંમતનગર પોતાના બનેવી દીપકભાઈ ભાવસાર, ગાંધીનગર વિરુધ્ધ હાથ ઉછીની લેણી રકમ રૂા.૮,૦૦,૦૦૦/- નો ચેક રીટર્નનો કેસ સને ૨૦૧૫માં હિંમતનગર કોટમાં દાખલ કર્યો હતો.
જેમાં દીપકભાઈ ભાવસાર તરફે જાણીતા એડવોકેટ અમિત ભાવસાર કોર્ટમાં હાજર થયા હતા અને નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત ચુકાદા સાથેની રજુઆત / દલીલોને નામદાર કોર્ટ ઘ્વારા ગ્રાહય રાખી હિંમતનગરના માનનીય ચોથા એડી.જયુ. મેજી.(ફ.ક.) જાંબુ સાહેબશ્રી તા.ર-૪-૨૦૨૪ના રોજ ફરીયાદી રૂા.૮,૦૦,૦૦૦/-ની આર્થિક સધ્ધરતા સાબિત કરવામાં નિષ્ફળ નિવડતા ના.કોર્ટ દ્વારા દીપકભાઈ ભાવસારને ચેક રીટર્નના કેસમાં નિદોર્ષ ઠરાવી છોડી મુકતો હુકમ તા.૨-૪-૨૦૨૪ના રોજ ફરમાવ્યો હતો.




