राष्ट्रीय

ધોલેરા અકસ્માતઃ બોલેરો કાર-ડમ્પરમાં ઘૂસી જતાં 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત….

ધોલેરા અકસ્માતઃ બોલેરો કાર-ડમ્પરમાં ઘૂસી જતાં 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત....

અમદાવાદ-ધોળકા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. બોલેરો કાર-ડમ્પરમાં ઘૂસી જતાં 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા, બોલેરો રાણપુર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાની વિગતોની તપાસ કરતાં જાણવા મળ્યું કે આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા જે પોતાના કામ અર્થે  રાણપુર  જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ તમામ શ્રમિકો કામ અર્થે દાહોદ માં રહેવાસ કરતાં હતા. અને મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બોલેરોમાં સવાર શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે. અકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે પર ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી  ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ મૃતકોને તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button