સાબર ડેરીના માન. ચેરમેનશ્રી દ્વારા બલ્ક મિલ્ક કૂલરનું લોકાર્પણ.. જય હો..
સાબર ડેરીના માન. ચેરમેનશ્રી દ્વારા બલ્ક મિલ્ક કૂલરનું લોકાર્પણ.. જય હો..
હીંમતનગર તાલુકાની દલપુર અને ઉમા દલપુર દૂધ મંડળીઓ ખાતે ભારત સરકારશ્રી ની NPDD યોજના અંતર્ગત 60 %સહાય થી સ્થાપિત બલ્ક મિલ્ક કૂલર નું લોકાર્પણ સાબર ડેરી અને GCMMFના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલની ઉપસ્થિતમાં બંને દૂધ મંડળીઓના તમામ દૂધ ઉત્પાદકોની હાજરીમાં આજે સંપન્ન થયો હતો.
ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ યોજાયેલી ગ્રામસભામાં દૂધ મંડળીઓના સભાસદોનો સાથ લઈ સભાસદોના વિશ્વાસ કેળવાય અને સભાસદોના આર્થિક અને સામાજિક વિકાસના ઉદ્દેશ્ય સાથે સાબર ડેરીના ચેરમેનશ્રીએ સભાસદોના પ્રતિભાવો તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી સ્થળ ઉપર નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરી હતી પર્યાવરણ સુરક્ષા હેતુ મંડળી સ્થળે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંઘના અધિકારીઓ ડૉ જે કે પટેલ, શ્રી બિપીન ભાઈ અને શ્રી જીગ્નેશ ભાઈ હાજર રહ્યા હતા




