મોદી હૈ તો મુમકીન હૈઃ દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે…
મોદી હૈ તો મુમકીન હૈઃ દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે...
દેશના દરેક નાગરિકને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે કોઈપણ હોસ્પિટલ માં દાખલ થવાની મંજૂરી આપવામાં આવે તે અંગે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે. પછી તે હોસ્પિટલ ઈન્શ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ પોલિસી હોલ્ડર્સનાં હિતમાં આ નિર્ણય લીધો છે. કાઉન્સિલ જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની સાથે વાતચીત બાદ CASHLESS EVERY WHERE ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા આપવા પર સહમતિ અપાઈ છે.
હજુ સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા લઈ શકતાં હતાં જે વીમા કંપનીનાં નેટવર્કમાં સામેલ છે. જો કોઈ હોસ્પિટલ કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઈલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે કરવી પડતી હતી અને પાછળથી તે વીમા કંપનીની સામે રીએમબર્સમેન્ટ કરી શકતો હતો. તેમાં મુશ્કેલી એ હતી કે જો વ્યક્તિની પાસે ઈલાજ માટે પૈસા નથી તો તેને આ વીમાનો ફાયદો પણ નહોતો મળતો.
કેશલેસ એવરીવેર ઝૂંબેશ અંતર્ગત વીમાધારક એ હોસ્પિટલમાં પણ કેશલેસ ઈલાજ કરી શકશે જે કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી. તમારી વીમા કંપની એ વાત માટે બંધાયેલી રહેશે કે તે કોઈપણ હોસ્પિટલમાં તમારા ઈલાજ માટે ચૂકવણી કરે પછી તે હોસ્પિટલ તેમના નેટવર્કમાં આવતી હોય કે ન આવતી હોય.
જો આવી કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરાવવો છે જે કંપનીનાં નેટવર્કમાં નથી તો તેના 48 કલાક પહેલા વીમા કંપનીને આ અંગે જાણકારી આપવી પડશે.,જો કોઈ ઈમરજેન્સીમાં ઈલાજ કરાવવો હોય તો આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી થયાનાં 48 કલાકની અંદર તમારી વીમા કંપનીને તમારે જાણકારી આપવી પડશે.,કેશલેસ ઈલાજની સુવિધા કંપનીની તરફથી આપવામાં આવેલ પોલિસીમાં લખવામાં આવેલ નિયમો અનુસાર થશે. નવા નિયમની જૂના નિયમો પર કોઈ અસર થશે નહીં.,15 થી વધુ બેડની સુવિધા ધરાવતી અને સ્ટેટ હેલ્થ ઓથોરિટીમાં નોંધાયેલ હોય તેવી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા મેળવી શકાશે.




