sabarkathaराष्ट्रीय
ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી….
ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી....

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં શહેર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે. ઘણીવાર રોંગ સાઇડમાં આવતા વાહનો ટ્રાફિકમાં મુશ્કેલી સર્જે છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી અને નિયમનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
વિગતે જોઇએ તો, હિંમતનગર સીટી ટ્રાફિક દ્વારા આજરોજ શહેરના જૂની સિવિલ હોસ્પિટલના મેન રોડ ઉપર રોડની વચ્ચે અડચણરૂપ વાહનો અને રોગ સાઈડમાં આવતા સાધનોના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરી હતી.




